જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં જાહેરમાં મોબાઇલ ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રમાતા ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં જાહેર રોડ પર ક્રિકેટનો જૂગાર રમતો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મોબાઇલમાં શ્રીલંકામાં રમાતા અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના વન-ડે ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર હાર જીતનો જૂગાર રમતા ઈબ્રાહિમ અસગરઅલી ધાબરીયા નામના શખ્સને રૂા.5500 નીરોકડ રકમ અને રૂા.5000 ની કિંમતો મોબાઇલ મળી કુલ રૂા.10500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ જૂગારમાં તુષાર ઉર્ફે રૂપેશ નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.