જામજોધપુર ગામમાં નગરપંચાયત ક્ધયા વિદ્યાલય નજીક જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમતા શખ્સને સ્થાનિક પોલીસે રૂા. 12,630 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, જામજોધપુર ગામમાં નગરપંચાયત ક્ધયા વિદ્યાલય નજીક અમદાવાદમાં રમાતી આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં સોદાઓ પાડી પૈસાની હારજીત કરતા ઈમરાન અબ્બુ બ્લોચ નામના શખ્સને પોલીસે ઝડપી લઇ તેની પાસેથી રૂા. 4630 ની રોકડ અને 8 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.12630 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ જૂગારમાં રાજકોટના સિધ્ધરાજ ઉર્ફે સિધલો લુહાણાનું નામ ખુલતા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.