જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ અને મુંબઇ ઈન્ડીયન્સ વચ્ચે રમાતા મેચના જીવંત પ્રસારણ રન ફેરનો જૂગાર રમાડી કપાત કરતા શખ્સને રૂા.16,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 50 ના ખુણે આવેલી પાનની દુકાનની બાજુમાં જાહેરમાં મોબાઇલ પર આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપીટલ અને મુંબઇ ઈન્ડીયન્સ વચ્ચે રમાતા ક્રિકેટ મેચમાં હારજીતના સોદાઓ કરી કપાત કરાવતા કમલેશ ઉર્ફે લાલો ધીરુ કનખરા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી લઇ તેની પાસેથી રૂા.11,700 ની રોકડ રકમ અને 5000 નો મોબાઇલ મળી કુલ રૂા.16,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ જૂગારમાં સંજય પરમાર નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.