ઉનાળાનો સમય એટલે વેકેશનનો સમય. સાથે-સાથે ફળોનો રાજા એવી કેરી ખાવાનો સમય અને સાથે-સાથે મહેમાનો આવવાનો સમય ત્યારે ઘરની મહિલાઓને રોટલીના પીંડાને પાર પાડવાના ટાસ્ક હોય છે. આવા સમયે કેટલી રોટલી બનાવી તે ગણવા માટે એક ક્રિએટીવ મહિલાએ શોધી રોટલી ગણાની નવી રીત.
अब रोटी गिनने का झंझट खत्म 😂
इससे पता लगेगा किसने कितने नम्बर की कितनी रोटियां खाई 😂😂😂 pic.twitter.com/dOPJ7xSB2w— दिव्या कुमारी (@divyakumaari) May 25, 2024
બાળકોને પણ ગમ્મત મળે, પોતાને પણ રાહત મળે અને પોતે કરેલા કામની નોંધ લેવાય. તેના માટે એક ક્રિએટીવ લેડીએ રોટલી વણીને તેના પર બાળકોની રમત અને પઝલમાં આવતાં અંકોની છાપ રોટલી પર વણીને રોટલી બનાવી જેથી તે છાપ પરથી જોઇ શકાય કે, કેટલી રોટલી બનાવી. આ સાથે-સાથે કોણે-કેટલી રોટલ ખાઇ તે પણ કહી શકાય અને પોતે કુલ કેટલી રોટલી બનાવી તે પણ જાણી શકાય. આ સાથે બાળકોને પણ ગમ્મત કરાવતા-કરાવતા જમાડી શકાય અને કેરીની આ સિઝનમાં રોટલીનો પીંડો કેટલેક સુધી પહોંચે છે. તે પણ જાણી શકાય તેવો એક મજેદાર વિડીયો વાયરલ થયો છે. આ ટ્રિક દરેક મહિલાઓ અપનાવશે તેવું લાગી રહ્યું છે. કારણ કે, આ વિડીયો સોશિયલ મિડીયા પર ખૂબ વાયરલ થયો છે અને તેને મોટી માત્રામાં વ્યૂહ અને લાઇક પણ મળ્યા છે. તો રોટલી ગણવાની ઝંઝટ હવે ખતમ કેમ કે, આવી છે. રોટલી ગણવાની નવી રીત…