- Advertisement -
ખંભાળિયાના જાણીતા વેપારી નિખિલકુમાર કાંતિલાલ સોમૈયા પાસેથી અહીંના રહીશ દિપાલીબેન પ્રતિકભાઈ મપારાએ સંબંધના દાવે રૂ. દોઢ લાખની રકમ હાથ ઉછીની લીધી હતી. જે રકમની ચુકવણી માટે દિપાલીબેન મપારાએ ફરિયાદી નિખિલકુમારને ચેક આપ્યો હતો. આ ચેક નિખિલ સોમૈયાએ બેંકમાં જમા કરાવતા આ ચેક રિટર્ન થયો હતો.
જે સંદર્ભે ફરિયાદી નિખિલ દ્વારા ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં દિપાલીબેન પ્રતીક મપારા સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. આ અંગેનો કેસ ચાલી જતાં ખંભાળિયાની અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા ફરિયાદીને રૂપિયા દોઢ લાખની રકમ વળતર પેટે ચૂકવી આપવા અંગેનો દાખલારૂપ હુકમ કર્યો છે.
- Advertisement -