જામનગર શહેરમાં રહેતાં પ્રૌઢ અને તેની પત્ની ગુરૂવારે સવારે તેના ઘરેથી કોઇ કારણસર કોઇને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતાં. લાપતાં થયેલાં દંપતીની તેમના પરિવારજનોએ શોધખોળ આરંભી હતી.
હાલમાં જ જામનગર શહેરના ગોકુલનગર પાસેના વિસ્તારમાં રહેતાં દંપતી અને તેમના ત્રણ સંતાનો સહિત પાંચ પરિવારજનો આર્થિક સંકળામણના કારણે શહેરમાંથી લાપતા થઇ ગયા હતાં. ત્યારબાદ પોલીસ દ્વારા આ પરિવારના પાંચ સભ્યોની શોધખોળ હાથ ધરતાં કર્ણાટકના બેંગ્લુર માંથી એક માસ બાદ મળી આવ્યા હતાં. દરમ્યાન જામનગર શહેરમાં રહેતાં અશોકભાઇ મુળજીભાઇ ચૌહાણ તથા તેમના પત્ની કિરણબેન(બેનાબેન) ઓશકભાઇ ચૌહાણ નામનું દંપતી ગુરૂવારે તા. 14 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે ઘરના સભ્યોને જાણ કર્યા વગર ઘરેથી ચાલ્યા ગયા હતાં.
ત્યારબાદ લાપતાં થયેલાં દંપતીની તેમના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.પરંતું દંપનીનો કોઇ પતો લાગ્યો ન હતો. તેથી દંપતીના પરિવારજનો દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસે લાપતાં દંપતીની શોધખોળ આરંભી હતી. આ દંપતી વિશે કોઇ પણ માહિતી મળે તો મોબાઇલ નંબર 93768 98326 અને 63533 32313 નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.