Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઈજનેર ઉપર થયેલા જીવલેણ હુમલા સંદર્ભે કલેકટરને આવેદનપત્ર - VIDEO

ઈજનેર ઉપર થયેલા જીવલેણ હુમલા સંદર્ભે કલેકટરને આવેદનપત્ર – VIDEO

ગુરૂવારે જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવા માંગણી : ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તે માટે પગલાં જરૂરી

- Advertisement -

ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ જામનગર હસ્તકના પેટા વિભાગ પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ પોલના કાર્યક્ષેત્રમાં ઈટાળા રાજપુર સુમરા રોડ પર રાજ્યસરકાર દ્વારા માઈનોર બ્રીજનું કામ જૂનાગઢના સ્વસ્તિક ક્ધસ્ટ્રકશનને આપવામાં આવ્યું હતું અને બુધવારે આ કાઇટ પર સ્લેબનું કાસ્ટીંગ અને બાંધકામ ચાલુ હતું ત્યારે ઈજનેર નિલરાજસિંહ પરબતસિંહ બારડ દ્વારા કોન્ટ્રાકટરને ટેન્ડર સ્પેશિફિકેશન મુજબ તેમજ સરકારી ધારા ધોરણ મુજબ કામગીરી કરવાની સૂચના આપી અને કામની સાઈટ પર ગુણવતા જાળવવા માટે ફરજ પાડવામાં આવતા કોન્ટ્રાકટર દ્વારા ઈજનેર સાથે ઉધ્ધતાઈપૂર્વક વર્તન કરી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી અને કાર ચડાવી હત્યા નિપજાવ્યાનો પ્રયાસ કર્યાના બનાવના હિચકારી હુમલામાં એસોસિએશન ઓફ આસિસ્ટન્ટ એન્જીનિયર (સિવિલ) દ્વારા ગઈકાલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

ઈજનેર ઉપર કરાયેલા હુમલાની ઘટનાની બાદ એસોસિએશન એકશનમાં આવી ગયું હતું અને કલેકટરને આપેલા આવેદનમાં આ એજન્સી દ્વારા ભૂતકાળમાં પણ અધિકારી અને કર્મચારીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી તેમ છતાં આ એજન્સી દ્વારા ફરીથી આ પ્રકારની ઘટનાની આચરવામાં આવી છે. જેના કારણે અધિકારીઓ એજન્સીની સાઈટ પર વીઝીટ કરવા જવામાં પણ ગભરાઈ છે. આવા બનાવોને કારણે ગુજરાતના અવિરત વિકાસ માટે કાર્યસિધ્ધ સરકારી તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓમાં ભય અને નિરાશા ઉદભવેલ છે. આવા અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઇ સરકારી અધિકારી કે કર્મચારીઓને જીવલેણ હુમલો અને ઘટનાઓને અંજામ આપતા હોય છે. જો તેઓને અટકાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવી ઘટનાઓનું પૂનરાવર્તન થતું રહે છે અને ભવિષ્યમાં સરકારી અધિકારી કે કર્મચારી આવી ઘટનાઓનો ભોગ બને છે. જેથી કડકમાં કડક કાર્યવાહી કરવા એસોસિએશન દ્વારા કલેકટરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular