Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના વિપ્ર યુવાનના આત્મહત્યા પ્રકરણમાં બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું

ખંભાળિયાના વિપ્ર યુવાનના આત્મહત્યા પ્રકરણમાં બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું

- Advertisement -

ખંભાળિયામાં રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા બ્રહ્મ અગ્રણી સંદીપભાઈ ખેતિયાના 19 વર્ષના પુત્ર કેશવએ ગત ગુરુવારે ગાંધીનગર ખાતે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધાનો કરુણ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પરીક્ષામાં બેસવા ન દેવામાં આવતા આશાસ્પદ યુવાન એવા કેશવને મનમાં લાગી આવતા તેણે જિંદગીનો અંત આણ્યો હતો.

- Advertisement -

આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો ખંભાળિયા સહિત જિલ્લા ભરના બ્રહ્મ સમાજ ઉપરાંત રાજ્યભરમાં પણ પડ્યા છે. આના અનુસંધાને આવા કિસ્સા ભવિષ્યમાં ન બને અને કેશવને આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ તથા બ્રહ્મ સમાજની સમસ્ત પાંખ, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ, બ્રહ્મ મિત્ર મંડળ, સમસ્ત બ્રહ્મ વિકાસ સમિતિના આગેવાનો કાર્યકરો દ્વારા ગઈકાલે સોમવારે રેલી સ્વરૂપે અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ વિપુલભાઈ જોશી, જીગ્નેશભાઈ ઠાકર, સંજયભાઈ થાનકી, મોહનભાઈ મોકરીયા, ફાલ્ગુનીબેન વ્યાસ, સંદીપભાઈ ખેતિયા, વજુભાઈ વોરીયા, સહિતના આગેવાનો ઉપરાંત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ પ્રકરણમાં સંડવાયેલા શખ્સો સામે તટસ્થ અને કડક સજાની માંગ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular