Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકનાર વિરૂધ્ધ ફરિયાદ

હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકનાર વિરૂધ્ધ ફરિયાદ

ઈદના દિવસે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી : પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી

- Advertisement -

જામનગર શહેરમાં ઈદના દિવસે શખ્સે કોમી વૈમનસ્ય ફેલાઈ તેવી સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ વાયરલ કરી હતી. જે મામલે પોલીસે શખ્સે વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ઈદના દિવસે રંગુનવાલા હોસ્પિટલ પાસે રહેતાં અને મુસ્તાકઅલી યાકુબ સાટી નામના શખ્સે તેના પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર ગાય માતાને લગતી વૈમનસ્ય ફેલાઈ તેવી પોસ્ટ વાયરલ કરી હતી અને આ પોસ્ટના કારણે હિન્દુ ધર્મની લાગણી દુભાય અને ઠેંસ પહોંચે તથા બે કોમ વચ્ચે દુશ્મનાવટનું વાતાવરણ ઉભુ થાય તેવી પોસ્ટ વાયરલ કરી હતી. આ અંગે જીલ બારાઇ દ્વારા સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણી દુભાવનાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે મુસ્તાકઅલી વિરૂધ્ધ આઈપીસી કલમ 153 (ક), 295(ક), 504 તથા નવી બીએનએસ કલમ 196, 299 અને 352 મુજબ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular