સમગ્ર દેશમાં હાલ સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત થઈ છે. ગુજરાતમાં દરેક ગામ-શહેરમાં નાગરિકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે. આગામી તા. 16 ડિસેમ્બર સુધી ચાલનારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ સ્થળોની સફાઇ કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વિવિધ વિભાગો દ્વારા ખાસ પ્રયાસો કરીને સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા લોકોની સુરક્ષાની સાથે સાથે સ્વચ્છતા પ્રત્યે પણ જાગૃતિ લાવવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પોલીસ દ્વારા સફાઈ અભિયાનમાં જોડાઈને આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ પોલીસ જવાનોએ સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.