જામનગરના વિભાપર નગરસીમ વિસ્તારમાં મૃતપશુઓને દફનાવવાની કામગીરીમાં યોગ્ય રીતે કામગીરી થતી ન હોય. વોર્ડ નંબર 4 ના કોંગે્રસી કોર્પોરેટર દ્વારા આ અંગે રોષ ઠાલવી સમગ્ર મુદ્ે ગુજરાતના કોંગ્રેસનાં સાંસદ સુધી સમગ્ર મામલો લઇ જવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
જામનગરમાં પશુઓના મૃત્યુ થયા બાદ વિભાપર નગરસીમ વિસ્તારમાં તંત્ર દ્વારા મૃતપશુઓને દફનાવવામાં આવતા હોય. આ સ્થળે જામનગરના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ જનતા રેઇડ કરી હતી. જેમાં મૃતપશુઓના નિકાલની યોગ્ય પદ્ધતિ મુજબ કામગીરી થતી ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમજ અહીંથી મૃતપશુઓના હાડકા કઢાતા હોવાનો પણ તેમણે આક્ષેપ કરી આ અંગે રોષ ઠાલવ્યો હતો તેમજ આ ઘટના અંગે ગુજરાતના કોંગ્રેસના સાંસદને પણ રજૂઆત કરી આ મુદ્દો ઉઠાવવાનું પણ જણાવ્યું હતું.