Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરચીભડા તોડવા જતાં વીજશોક લાગતા શ્રમિક પરિવારના બાળકનું મોત

ચીભડા તોડવા જતાં વીજશોક લાગતા શ્રમિક પરિવારના બાળકનું મોત

સીદસર ગામના સીમ વિસ્તારમાં શુક્રવારે સવારનો બનાવ : પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી

- Advertisement -

જામજોધપુર તાલુકાના સિદસર ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં આદિવાસી શ્રમિક બાળક ચીભડા લેવા જતાં ઇલેકટ્રીક સ્ટાર્ટરમાં અડી જતાં વીજશોક લાગતા માસુમ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, મહારાષ્ટ્રના ધુલીયા જીલ્લાના બુડકીવીહરી ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં હરીશસિંહ ગોવિંદસિંહ વાળાના ખેતરમાં ખેતરમાં મજૂરી કામ કરતા દિનેશભાઈ રાયસીંગભાઈ પાવરા નામના શ્રમિક યુવાનનો પુત્ર અમલ પાવરા (ઉ.વ.7) નામનો બાળક શુક્રવારે સવારના સમયે ખેતરમાં ચીભડા લેવા ગયો હતો તે દરમિયાન કુંડી પાસેના ચીભડાના વેલામાંથી ચીભડા તોડવા જતા ઇલેકટ્રીક સ્ટાર્ટરમાં અડી જતાં વીજશોક લાગ્યો હતો. વીજશોકથી બેશુદ્ધ થઈ જતાં બાળકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દિનેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.એચ. કંચવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular