જામનગર શહેરના રણજીતસાગર રોડ પર રહેતી મહિલાને તેણીના પતિ સાસરિયાઓ દ્વારા ઘરકામ બાબતે અવાર-નવાર માર મારી, દહેજની માંગણી કરી ઘરમાં કાઢી મુકયાના બનાવમાં પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી યોગીધામ સોસાયટીમાં માવતરે રહેતા કાજલબેન નામની મહિલાને તેણીના લગ્નજીવન દરમિયાન પતિ પ્રશાંત કિશોરભાઈ વાડોદરિયા, સસરા કિશોર ગોપાલ વાડોદરિયા, સાસુ મુકતાબેન કિશોર વાડોદરિયા, નણંદ ડિમ્પલબેન કિશોર વાડોદરિયા નામના સાસરિયાઓએ મહિલાને ઘરકામ બાબતે અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપી મેણા-ટોણા મારી દહેજની માંગણી કરતાં હતાં અને દહેજ લઈ આવવા માટે મારકૂટ કરતાં હતાં. સાસરિયાઓ દ્વારા અવાર-નવાર અપાતા ત્રાસથી કંટાળી મહિલા તેણીના માવતરે જતી રહી હતી અને આ અંગેની જાણ કરતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફ દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


