જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં રહેતી યુવતીએે સંબંધ તોડી નાખ્યા બાદ યુવતીના ફોટા વાયરલ કરવાની અને ખોટા એટ્રોસિટીના કેસમાં પતાવી દેવાની યુવતીના ભાઈને પ્રેમીએ ધમકી આપી કાર પડાવી લીધાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતાં કાલીદાસ કમલ વાઘેલા નામના શખ્સે લીમડાલાઈન વિસ્તારમાં માધવ પ્લાઝામાં આવેલી ઓફિસમાં લોન મેળવવાના બહાને યુવતી સાથે પરિચય કેળવતા બંને વચ્ચે પ્રેમ થયો હતો અને ત્યારબાદ યુવતી કાલીદાસ સાથે પ્રેમ સંબંધ રાખવા માગતી ન હોવાથી આ સંબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ કાલીદાસે યુવતીના ભાઈને ફોન કરીને તેની બહેનના ફોટા વાયરલ કરવાની અને માર મારવાની તેમ ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યુવતીના ભાઈ પાસે રહેલી જીજે-16-બીજી-3030 નંબરની રૂા.4 લાખની કિંમતની ડસ્ટર કાર બળજબરીપૂર્વક પડાવી લીધી હતી. ત્યારબાદ યુવતીના ભાઈ દ્વારા આ બનાવ અંગેની ફરિયાદ નોંધાવતા હેકો બી એચ લાંબરીયા તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.