Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં પેટ્રોલ પંપ નજીક પાર્ક કરાયેલી કારમાં ભિષણ આગ

ખંભાળિયામાં પેટ્રોલ પંપ નજીક પાર્ક કરાયેલી કારમાં ભિષણ આગ

ભારે દોડધામ: ફાયર સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવાયો

- Advertisement -

ખંભાળિયા શહેરમાં પોરબંદર રોડ ઉપર ગઈકાલે રાત્રે એક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરીને રાખવામાં આવેલી એક ડોક્ટરને કાર તેમજ બે મોટરસાયકલમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી.

- Advertisement -

ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા ટાઉનહોલ નજીક આવેલા એક પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે આશરે નવેક વાગ્યાના સમયે કોઈ કારણોસર મોટરસાયકલ સળગી ઊઠતા આ આગ નજીકમાં રહેલી એક મોટરકારમાં લાગી હતી. સળગી ઊઠેલી જી.જે 10 ડી.એ. 6059 નંબરની મોટરકાર અહીંના ચાર રસ્તા વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા ડોક્ટર પ્રકાશભાઈ ધારવીયાની હતી અને આ મોટરકારને આગમાં વ્યાપક નુકસાન થવા પામી હતી. આ ઉપરાંત એક મોટરસાયકલ ચંદ્રેશભાઈ નંદાણીયાનું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પેટ્રોલ પંપ નજીક લાગેલી આ આગના કારણે થોડો સમય ભય સાથે દોડધામની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ આગ લાગતા પીજીવીસીએલ દ્વારા થોડો સમય પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

આગના ઉપરોક્ત બનાવવા અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના જીતેન્દ્રસિંહ વાઢેર બ્રિજરાજસિંહ, ઈર્શાદભાઈ, મનસુખભાઈ મારુ સહિતનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાંબો સમય પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. આગમાં વાહનોમાં વ્યાપક નુકસાની થવા પામી હતી. જો કે કોઈ મોટી જાનહાની ન થતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular