જામજોધપુર પંથકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક પોલીસને જોઇ દારૂ ભરેલી કાર મૂકી શખ્સ નાશી ગયો હતો. ત્યારબાદ પોલીસે રૂા.14,300 ની કિંમતના 715 લીટર દેશી દારૂના જથ્થા સાથે કાર કબ્જે કરી હતી.
દરોડાની વિગત મુજબ, જામજોધપુર પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ જાડેજા, અશોક ગાગીયા, ઋષિરાજસિંહ વાળાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ એમ.એન. ચોહાણ, પીએસઆઈ એમ.વી. વસાવા, હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. દિલીપસિંહ જાડેજા, અશોક ગાગીયા, ઋષિરાજસિંહ વાળા, માનસંગ ઝાપડિયા,ભગીરથસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા, મહિલા પો.કો. રિધ્ધીબેન વારોદડિયા સહિતના સ્ટાફે જામજોધપુર તાલુકાના સતાપર આગળ વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસના વાહનને જોઇ જીજે-03-એચઆર-6611 નંબરની ઈનોવા કારનો ચાલક ભેસા વેજા મોરી નામનો શખ્સ દારૂ ભરેલી કાર પૂલ પાસ મૂકી પલાયન થઈ ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાસી લેતા તેમાંથી રૂા.14,300 ની કિંમતનો 715 લીટર દેશી દારૂ મળી આવતા ત્રણ લાખની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.3,14,300 નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ગંડીયારાનેશમાં રહેતાં જેસા વેજા મોરી નામના શખ્સની શોધખોળ આરંભી હતી.
જામજોધપુરના સતાપર નજીકથી દેશી દારૂ ભરેલી કાર મળી આવી
પોલીસે કાર અને દારૂ કબ્જે કર્યો : રાણાવાવના શખ્સની શોધખોળ