જામજોધપુર તાલુકાના સડોદર ગામના વિપ્ર દંપતિની બાઇકને સામેથી પુર ઝડપે ફુલ લાઇટ સાથે આવી રહેલી કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવી હડફેટ લઇ 15 ફૂટ સુધી કાર સાથે ઢસડતા અરેરાટીજનકના અકસ્માતમાં પત્નીની જનર સમક્ષ પતીનું મોત નિપજયું હતું. જયારે પત્નીને ઇજા પહોંચતા સરવાર માટે હોસ્પિટલમાં અસેડવામાં આવી હતી.
ગમખ્વાર અકસ્માતની વિગત મુજબ જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતાં જીતેશ તૈરેયા અને તેની પત્ની જયોતિબેન બંન્ને તેની જી.જે.10 સીઇ 3119 નંબરની બાઇક પર ગત્ તા. 17 ઓગસ્ટના રોજ સાંજના 8 વાગ્યના અરસામાં પીપરટોડા થી સમાણા જવાના માર્ગ પરથી પસાર થતા હતાં તે દરમ્યાન સામેથી ફુલ લાઇટ સાથે પૂર ઝડપે બેફિકરાઇથી આવી રહેલી એક કારના ચાલકે બાઇક પર જઇ રહેલા દંપતીને ઠોકરે ચડાવી હડફેટ લઇ બાઇકને 15 ફુટ સુધી રોડ પર ઢસડતા જીતેશ તૈરેયા નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. તેમજ બાઇક સાથે ઢસડાયેલી મૃતક યુવાનની પત્નીને માથામાં તેમજ શરીરે ઇજા પહોંચી હતી. અકસ્માતમાં પત્નીની નજર સમક્ષ પત્નીનું મોત નિપજયું હતું.
અકસ્માતની જાણ થતાં હેકો. એસ.કે.જાડેજા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઘવાયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે જયોતિબને તૈરેયાના નિવેદનના આધારે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
પીપરટોડા નજીક કાર ચાલકે બાઇકસવાર દંપતીને હડફેટ લઇ 15 ફૂટ ઢસડયું
અકસ્માતમાં પત્નીની નજર સમક્ષ પતીનું મૃત્યુ : પત્નીને ગંભીર ઇજા પહોંચી: પોલસ દ્વારા કાર ચાલક વિરૂધ્ધ કાર્યવાહી