દ્વારકાના રહીશ બુધાભાઈ નાયાભાઈ ચાનપા નામના એક યુવાન પોતાની જીજે-37-ટી-5449 નંબરની મોટર કાર લઈને દ્વારકા તરફ આવી રહ્યા હતા, ત્યારે નજીક ખોડિયાર ચોક આગળની ગોળાઈ નજીક પહોંચતા ઉપરોક્ત આસામીએ પોતાની પૂરઝડપે બેફિકરાઈથી પૂર્વક જતી કારને આગળ જતા ટ્રક નંબર યુ.પી. 93 બીટી 4496 ના પાછળના ભાગે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં મોટરકાર ટ્રકના પાછળના જોટામાંમાં અથડાતા કારને વ્યાપક નુકસાની સાથે તેમાં જઈ રહેલા દ્વારકાનાં રહીશ મનસુખભાઈ અરજનભાઈ પરમાર નામના 39 વર્ષના યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતુ. આ અકસ્માતમાં કારચાલક બુધાભાઈ નાયાભાઈ ચાનપાને પણ ગંભીર ઈજાઓ થયાનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ટ્રક ચાલક પ્રકાશભા બોદાભા હાથલ (ઉ.વ. 28, રહે. મીઠાપુર)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે બુધાભાઈ સામે આઈ.પી.સી. કલમ 279, 304(અ), 338 તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી પી.એસ.આઈ. એ.આઈ. ચાવડાએ હાથ ધરી છે.
દ્વારકા નજીક પુરપાટ જતી મોટરકારની ટ્રક સાથે ટક્કર
એક યુવાનનું મૃત્યુ: ચાલકને પણ ગંભીર ઈજા