દેશમાં બેન્ક ખાતાથી મોબાઈલ કનેકશન અને અન્ય તમામ પ્રકારની સેવામાં જે તે વ્યક્તિની ઓળખ માટે ‘આધાર’ કાર્ડ એ ખૂબ જ અનિવાર્ય બની ગયુ છે અને તેનાથી સરળતા પણ વધી છે. તે વચ્ચે યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા (યુઆઈડીએઆઈ) એ એક વિનંતીમાં જેમના આધાર-ઈસ્યુ થયાના 10 વર્ષ પુરા થઈ ગયા છે.
તેમાં હવે તેમના આધારકાર્ડને અપગ્રેડ કરાવે જરૂરી છે. આધાર ઓથોરીટીએ આ માટે એક ખાસ અભિયાન શરૂ કર્યુ છે જેમાં વ્યક્તિ તેના આધારને અપગ્રેડ કરાવી લે તે જરૂરી છે. જેઓએ છેલ્લા 10 વર્ષમાં તેના આધારમાં કોઈ અપગ્રેડેશન કરાયુ નથી તે હાલના અભિયાનનો લાભ લેશે તે જરૂરી છે.
જેનાથી આધારના ઓથેન્ટીફીકેશનમાં કોઈ સમસ્યા રહે નહી. આ અપગ્રેડેશન માટે ચોકકસ ફી ચૂકવવી પડશે જે રૂા.50 નિર્ધારીત થઈ છે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તથા એક વ્યક્તિગત ઓળખન સ્વરૂપમાં ‘આધાર’એ મહત્વનો દસ્તાવેજ બની ગયો છે.