Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજીએસટી અંગે આવતીકાલે મંત્રી મંડળની બેઠક યોજાશે

જીએસટી અંગે આવતીકાલે મંત્રી મંડળની બેઠક યોજાશે

- Advertisement -

જીએસટી કાઉન્સીલની બેઠક પહેલા 17 જૂને મંત્રીમંડળની બેઠક થવાની છે. આ બેઠકમાં ટેક્ષ દરોમાં સંભવિત ફેરફાર પર વિચાર કરવામાં આવશે. ન્યુઝ એજન્સી પીટીઆઇના સૂત્રોએ કહ્યું કે અંતિમ રિપોર્ટમાં થોડો વધુ સમય લાગશે.

- Advertisement -

જણાવી દઇએ કે જીએસટી કાઉન્સીલે ગયા વર્ષે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇની અધ્યક્ષતામાં રાજયોના પ્રધાનોના સાત સભ્યોના ગ્રુપની રચના કરાઇ હતી. આ ગ્રુપે ટેક્ષ દરોને યુકિતસંગત ગ્રુપની છેલ્લી બેઠક નવેમ્બર 2021ના થઇ હતી. આ મહિને જીએસટી કાઉન્સીલની પણ બેઠક થવાની છે. આ બેઠકમાં અન્ય વાતોની સાથે ટેક્ષ દરોને યુકિતસંગત બનાવવા બાબતે જીઓએમના વચગાળાના રીપોર્ટ પર વિચાર કરવામાં આવશે. જીએસટી કાઉન્સીલમાં કેન્દ્ર એન રાજયોના નાણાપ્રધાનો સામેલ છે. આ પહેલા નાણા મંત્રાલયના સૂત્રોએ કહ્યુ હતુ કે મુદ્રાસ્ફિતી ઉચ્ચ સ્તરે હોવાથી જીએસટી દરોને યુકિતસંગત બનાવવાની ભાગ્યે જ કોઇ ગુંજાશ છે. અત્યારે જીએસટીના ચાર સ્લેબ છે. તેમાં કેટલીક જરૂરી વસ્તુઓ પર છૂટ છે. અથવા પાંચ ટકાના દરથી ટેક્ષ લાગે છે. જયારે સૌથી વધારે 28 ટકા કર આરામદાયક અને સમાજની દ્રષ્ટિએ નુકશાનકારક વસ્તુઓ પર લાગે છે. આ ઉપરાંત 28 ટકાના દાયરામાં આવતી વસ્તુઓ પર ઉપકર પણ લાગે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular