ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલુ છે. 1અપ્રિલથી દેશમાં વેક્સીનેશન અભિયાનનો ત્રીજો તબ્બકો ચાલુ થયો છે. જેમાં 45 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તેવામાં સ્વાસ્થ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. જેમાં એક નર્સે મોબઈલમાં વાતો કરતા કરતા મહિલાને બે વખત કોરોનાની વેક્સીન આપી દીધી છે.
કાનપુરના ગ્રામીણ મડૌલી પીએચસી ખાતે કોરોના વેક્સિન અપાઈ રહી છે. એક એએનએમ નર્સે મહિલાને બે વખત કોરોનાની વેક્સીન આપી દીધી છે. વેક્સીન લેવા આવેલી કમલેશ દેવી નામની મહિલાને નર્સે એકીસાથે બે વખત વેક્સીન આપી દીધી છે. વેક્સીન આપતી વખતે મોબાઈલમાં વ્યસ્ત નર્સે મહિલાને બે વખત વેક્સીન આપી દીધા બાદ નર્સ મહિલા પર જ ભડકી હતી.
મહિલાને એક વખત વેક્સીન આપી દીધા બાદ ત્યાંથી ઉભા થઇ ને જતા રહેવાનું કહેવામાં ન આવતા મહિલા ત્યાં જ બેસી રહી હતી. અને નર્સે બીજી વખત વેક્સીન લગાવી દેતા મહિલાએ બીજી વખત વેક્સીન કેમ આપો છો તેમ પૂછતા નર્સે પોતાની ભૂલ તો સ્વીકારી હતી. પરંતુ તમે ઉભા થઇ ને જતા કેમ ન રહ્યા મહિલાને તેમ કહેતા તેણીના પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો. હાલ કમલેશદેવીની તબીયત સ્થિર છે. પરંતુ આરોગ્ય વિભાગની બેદરકારી સામે સવાલ ઉઠી રહ્યા છે.
અંતે ઉલ્લેખનીય છે કે ગુરુવારથી દેશભરમાં વેક્સીનેશનનો ત્રીજો તબ્બકો શરુ કરવામાં આવ્યો છે.અને 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 6,87,89,138 લોકો વેક્સીન લઇ ચુક્યા છે.