નૈનિતાલ-જોલીકોટ-કર્ણપ્રયાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, પર્વતનો મોટો ભાગ વીરભટ્ટી પુલની બાજુમાં આવેલા બાલિયાનાલા ડુંગર પરથી પડ્યો અને કાટમાળ હાઇવે પર પડતા રસ્તાની બંને બાજુ ટ્રાફિક બ્લોક થઇ ગયો છે. તે સમયે ત્યાંથી 14યાત્રીઓ ભરેલી બસ જઈ રહી હતી અને ભૂસ્ખલન જોઈને લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. જેનો વિડીઓ સામે આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.