Friday, March 14, 2025
Homeરાષ્ટ્રીયમુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી : 3 ના મોત, 28 ઘાયલ

મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી : 3 ના મોત, 28 ઘાયલ

- Advertisement -

છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ આજે વહેલી સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. જેમાં એક વર્ષની ઉંમરના એક બાળક સહિત 3 લોકોના મોત થયા હતા. જ્યારે 28 લોકોના ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતા જ અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

- Advertisement -

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક તંત્ર દ્વારા 3 જેસીબીની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું અને ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જઇ રહેલી બસ નં-GJ-01-CZ-6306ના ડ્રાઇવરને ઝોકુ આવતા બસ મેલખોદરા નદીના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આસપાસના લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાંથી 39 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા. જે પૈકી 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular