Sunday, December 22, 2024
Homeરાજ્યલાલપુરના પીપળી નજીકથી હત્યા નિપજાવી સળગાવેલો મૃતદેહ સાંપડયો

લાલપુરના પીપળી નજીકથી હત્યા નિપજાવી સળગાવેલો મૃતદેહ સાંપડયો

50 થી 60 વર્ષના પુરૂષનો મૃતદેહ : પીએમ રિપોર્ટમાં ગંભીર ઈજાના નિશાન: નજીકના કલાકોમાં ભેદ ઉકેલાવાની શકયતા

- Advertisement -

લાલપુર તાલુકાના પીપળી ગામ નજીક રેલવે સ્ટેશનવાળી સીમમાં બાવળની ઝાળીઓમાં બુધવારે સવારના સમયે સળગાવેલો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનું પીએમ કરાવી ઓળખ મેળવવા માટે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપળી સીમ વિસ્તારમાંં બાવળની ઝાડીમાંથી સાડા દસેક વાગ્યાના અરસામાં એક અજ્ઞાત પુરૂષનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યા જાણ કરાતા લાલપુરના પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને આશરે પચાસેક વર્ષની વયના અજ્ઞાત પુરૂષના સળગી ગયેલા મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની જી. જી. હોસ્પિટલમાં પહોંચાડયો હતો અને તબીબીની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.

રિપોર્ટમાં તેને માથાના ભાગે બોથડ પદાર્થની ઈજા થઈ હોવાનું તારણ નિકળ્યું હતુંં. જેથી કોઇ અજ્ઞાત શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સળગાવી નાખ્યાનું કૃત્ય આચર્યુ હોવાનું તારણના આધારે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -

આ ઉપરાંત મૃતકની ઓળખ થઈ ન હોવાથી તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જે સ્થળેથી મૃતદેહ મળી આવ્યો તેની આજુબાજુમાં મોબાઇલ ફોન અથવા તો અન્ય કોઇ ચીજવસ્તુઓ મળ્યા નથી તેમજ હત્યારાઓએ જે હથિયારનો ઉપયોગ કર્યો હોય તેવું કોઇ હથિયાર પણ પોલીસના ધ્યાનમાં આવ્યું નથી. અને મૃતદેહને સળગાવી નાખ્યો હોવાથી તેના કપડાંના ખીસ્સામાંથી રહેલી કોઇ વસ્તુ વગેરેના અવશેષો પણ મળ્યા નથી. હત્યાના બનાવમાં પીએસઆઇ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે મૃતકની ઓળખ મેળવવા માટે છેલ્લાં એક સપ્તાહમાં ગુમ થયેલ વ્યકિતઓની યાદી મેળવી તેના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular