Monday, December 23, 2024
Homeરાજ્યહાલારલાલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની રીવોલ્વરમાંથી ગોળી છૂટી...

લાલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની રીવોલ્વરમાંથી ગોળી છૂટી…

કોન્સ્ટેબલના પગમાં ગોળી વાગી : સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયો

- Advertisement -

જામનગર જિલ્લાના લાલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ આજે તેના પુત્રને દવા લગાવી રહ્યો હતો તે દરમિયાન હાથમાંથી રીવોલ્વર નીચે પડતા અકસ્માતે ફાયરીંગ થવાથી છુટેલી ગોળી કોન્સ્ટેબલના પગમાં ઘુસી ગઈ હતી.

- Advertisement -

વિચિત્ર બનેલા બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ મેહુલભાઈ ગઢવી આજે સવારે તેના પુત્રને દવા લગાવી રહ્યો હતો. તે દરમિયાન અકસ્માતે તેના હાથમાં રહેલી લોડેડ રિવોલ્વર નીચે પડતા તેમાંથી ફાયરીંગ થયું હતું. ફાયરીંગ થતા ફફડાટ ફેલાઈ ગયોે હતો અને રીવોલ્વરમાંથી છુટેલી ગોળી કોન્સ્ટેબલ મેહુલ ગઢવીના પગમાં લાગી હતી. જો કે સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. પરંતુ પોલીસકર્મીને માત્ર ઈજા પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં થયેલા ફાયરીંગમાં ઘવાયેલા પોલીસકર્મીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો. પોલીસે આ ઘટનાની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular