જામનગરનો પ્રાણ પ્રશ્ન એટલે રખડતાં ઢોર, રોજ સવાર ઉગેને સાથે રખડતા ઢોર કોઇકને કોઇક ઘટના સામે અજી ચડે છે. ત્યારે જામનગરમાં ખેતીવાડી પાસે આખલાઓના યુધ્ધના દ્રશ્યો દેખાયા હતાં. રસ્તા વચ્ચે બે આખલાઓએ સામસામી ભીડ બાંધીને યુધ્ધ શરુ કર્યું હતું. જેને જોવા માટે લોકો એકઠાં થયા હતાં. આખલાના આ ડબલ્યુડબલ્યુએફએ લોકોને મનોરંજન તો પુરું પાડયું હતું. પરંતુ જો આ આખલાઓ બાખડતા-બાખડતા લોકોની વચ્ચે આવી પડે તો શું સ્થિતિ સર્જાય તે વિચારતા જ ધ્રુજારી આવી જાય છે. એક તરફ શહેરમાં ઢોર પકડવાની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે. ત્યારે બીજીતરફ શહેરમાં આખલાના ડબલ્યુડબલ્યુએફના દ્રશ્યો જોવા મળે છે. ત્યારે તંત્ર અને તેની કામગીરી વિશે શું કહેવું?