કાલાવડ તાલુકાના ખરેડી ગામમાંથી બોગસ તબીબ તરીકે પ્રેકટીસ કરતા શખ્સને એસઓજીની ટીમે રૂા.6635ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં આવેલા બાપા સિતારામ ચોકમાં અંકિત શાંતિલાલ બાલધા (ઉ.વ.35) નામનો શખ્સ તબીબી ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી બોગસ તબીબ તરીકે સારવાર કરતો હોવાની એસઓજીના મયુદિન સૈયદ, રમેશ ચાવડા, સોયબ મકવાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઇ એસ.એસ.નિનામા તથા પીએસઆઇ આર.વી.વિછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફે રેઇડ દરમિયાન અંકિત બાલધા નામના બોગસ તબીબ શખ્સને એક સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું ડીજીટલ મશીન, 27 ડિસ્પો વેન સીરીઝના ઇંન્જેકશન તથા 5000ની કિંમતની જુદી-જુદી કંપનીઓની દવાઓ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.