Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકાલાવડના મોટા વડાળા ગામમાંથી બોગસ તબીબ ઝડપાયો

કાલાવડના મોટા વડાળા ગામમાંથી બોગસ તબીબ ઝડપાયો

- Advertisement -

જામનગર એસઓજીની ટીમે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાથી ડીગ્રી વગરના તબીબને ઝડપી લઇ મેડીકલ પ્રેક્ટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં બસસ્ટેશનની સામેની શેરીમાં સુનીલ પટેલ નામનો શખ્સ મેડીકલ ડોકટરને લગતી ડીગ્રી ધરાવતો ન હોવા છતા ભાવિન વિડિયો કલીનીકના નામે દવાખાનું ચલાવતો હોવાની એસઓજીના હેકો. મયુદીન સૈયદ, રમેશભાઇ ચાવડા તથા અરજણભાઇ કોડિયાતરને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના તથા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ભોય અને પીએસઆઇ એ.એસ.ગરચરના માર્ગદર્શન હેઠળ એસઓજીના હેકો.મયુદિનભાઇ સૈયદ, રમેશભાઇ ચાવડા, અરજણભાઇ કોડિયાતર, પ્રિયંકાબેન ગઠિયા, સહદેવસિંહ ચૌહાણ દ્વારા રેઇડ દરમ્યાન સુનીલ ગોબર કથીરીયા(ઉ.વ.56) નામના શખ્સને રૂા.300ની કિંમતનું સ્ટેથોસ્કોપ, રૂા.1000ની કિંમતનું બીપી માપવાનું મશીન, 61 નંગ 500 એમએલના બ્લુકોઝના બાટલા, 230 નંગ ડીસપો સિરિજ, 76 નંગ સિરિજ, 24 નંગ સિરપની બોટલ, 13 નંગ અન્ય કંપની સિરપની બોટલ, ઇન્જેકશનના 22 પેકેટ,રૂા.180ની એકસ્ટ્રીપની કિંમતની 19 કેપ્સુલ સ્ટ્રીપ, રૂા.3500ની કિંમતની અલગ અલગ કંપનીની ટેબલેટ તથા 87 નંગ ડ્રાય સિરપ સહિત કુલ રૂા.22,686ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular