જામનગરમાં બ્લડ ડોનેશન કેમ્પ મિત્ર મંડળ દ્વારા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની આગેવાનીમાં લેઉવા પટેલ સમાજ, રણજીતનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ પૂર્વ સંસદ સભ્ય સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા તથા સ્વ. વિમલભાઈ ગલાણીની પુણ્યતિથી તેમજ કારગીલ વિજય દિવસ નિમિત્તે જામનગરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
આ તકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, જીલ્લા ભાજપા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દાસાણી, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ અધ્યક્ષ નિલેશભાઈ ઉદાણી, પૂર્વ અધ્યક્ષ અશોકભાઈ નંદા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, ગોપાલ સોરઠીયા, પી. ડી. રાયજાદા, અશોકભાઈ ભંડેરી, મનિષભાઈ કનખરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.