જામનગરમાં સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના પુર્વ વિરોધ પક્ષના નેતા, વોર્ડ નં. 12 ના કોર્પોરેટર અને યુવા મુસ્લિમ અગ્રણી અલતાફ ખફીના જન્મદિવસ નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
આ કેમ્પમાં આશરે 1161 જેટલી બોટલ રકત એકત્રિત કરાયું હતું. આ કેમ્પમાં અતિથી વિશેષમાં ચાલીને હજજ એ બૈતુલ્લાહ જઈ આવેલા હાજી સિહાબ છોત્તુર (કેરલા) સૌપ્રથમવાર સૌરાષ્ટ્રમાં પધાર્યા હતાં. કેમ્પમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા સહિત વિરોધ પક્ષના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૈયદ સોહેલ કાદરી (વાંકાનેર) દ્વારા કરવામાં આવ્યું હતું. બહુ મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પમાં રકતદાનનો લાભ લીધો હતો.