જામનગર તાલુકાના દડિયા ગામની ગોલાઈ પાસેથી પસાર થતા બાઇકસવારને આંતરીને તલાસી લેતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. જામનગરના નાઘેડી ગામમાં આવેલા મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન દારૂની બે બોટલો કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર તાલુકાના દડિયા ગામની ગોલાઈ પાસેથી પસાર થતા જીજે-10-ડીડી-2315 નંબરના બાઈકચાલકને પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા રાહુલ રાજેશ નાખવા નામના શખ્સ પાસેથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે 25,500 ની બાઈક અને દારૂ કબ્જે કરી રાહુલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાં તલાસી લેતા દારૂની બે બોટલ મળી આવી હતી પરંતુ, મકાનધારક ઈરફાન કાસમ કાટેલિયા નાશી ગયો હોય. જેથી પોલીસે ઈરફાનની શોધખોળ હાથ ધરી હતી.