Thursday, December 26, 2024
Homeરાજ્યકાલાવડના નિકાવા નજીક કારે હડફેટે લેતા બાઈકસવારનું મોત

કાલાવડના નિકાવા નજીક કારે હડફેટે લેતા બાઈકસવારનું મોત

- Advertisement -

કાલાવડ તાલુકાના શીશાંગ-નિકાવા રોડ પર આવેલા મંદિર નજીક બાઈક અને ફોરવ્હીલ વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં નાશી ગયેલા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા કરણ ઉર્ફે કટીભાઇ ભગાભાઈ ખાટરિયા (ઉ.વ.20) નામનો યુવક સોમવારે સાંજના સમયે તેના જીજે-03-ઈકયુ-9454 નંબરના બાઈક પર નિકાવાથી શિશાંગ ગામ તરફ પેટ્રોલ પૂરાવા જતો હતો તે દરમિયાન મામાના મંદિર પાસે પહોંચ્યો ત્યારે સામેથી પૂરઝડપે આવતી જીજે-03-ડીજી-9607 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક કાર મૂકી નાશી ગયો હતો. આ બનાવ અંગેની જાણ થતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઈ કમલેશના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular