જામનગર તાલુકાના મિયાત્રા થી વીજરખી જવાના માર્ગ પરના પુલ પરથી બાઈક પર પસાર થતો યુવક પાણીના પ્રવાહમાં લાપતા બની જતાં પોલીસે શોધખોળ હાથ ધરતા યુવાનનું બાઈક મળી આવ્યું હતું. ત્યારબાદ યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાના થાવરીયા ગામમાં રહેતાં સંદિપસિંહ માધુભા કેર (ઉ.વ.30) નામનો યુવાન ગત તા. 27 ના સાંજના સમયે તેના બાઈક પર મિયાત્રા ગામથી વિજરખી તરફ જવાના મુખ્ય માર્ગ પરના કોઝ-વે પરથી પસાર થતો હતો તે દરમિયાન ભારે વરસાદને કારણે પાણીના પ્રવાહમાં બાઈક સાથે તણાઈ ગયો હતો. ત્યારબાદ બનાવની જાણ થતા એસડીઆરએફ અને ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગેની જાણના આધારે હેકો એસ.જી. જાડેજા તથા સ્ટાફે ફાયર અને ફાયરની ટીમ સાથે તપાસ હાથ ધરી અને મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ કુલદિપસિંહ કેર દ્વારા કરવામાં આવતા હેકો એસ.જી. જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.