Monday, December 23, 2024
Homeરાજ્યહાલારધ્રોલ નજીક પુર ઝડપે આવતાં બાઇકે હડફેટ લેતાં બાઇક સવારનું મોત

ધ્રોલ નજીક પુર ઝડપે આવતાં બાઇકે હડફેટ લેતાં બાઇક સવારનું મોત

પ્રૌઢને શરીરે અને માથાંના ભાગમાં ઇજા પહોંચતા મૃત્યુ : બાઇક સવાર વિરૂધ્ધ ગુનો નોંધાયો : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

ધ્રોલથી વાગુદડ જવાના માર્ગ પર ધાણાદારના કારખાના નજીકથી પસાર થતાં બાઇક સવાર પ્રૌઢને સામેથી આવતાં બાઇક સવારે અથડાવી અકસ્માતમાં પ્રૌઢને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના વાગુદડ ગામમાં રહેતાં અને ખેતી કરતાં લાલુભા હરૂભા જાડેજા નામના પ્રૌઢ શુક્રવારે સવારના સમયે તેના જીજે-10-એજી-5289 નંબરના બાઇક પર ધ્રોલથી વાગુદડ તરફ જતાં હતાં તે દરમ્યાન જુના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા કિશાન ધાણાદાળના કારખાના પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવતાં જીજે-10-ડીએચ-2268 નંબરનાબાઇક સવારે પુર ઝડપે બેફિકરાઇથી ચલાવી પ્રૌઢના બાઇક સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પ્રૌઢને શરિરે અને માથાંમાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

બનાવ અંગેની જાણ થતાં પ્રો.પીઆઇ બી.એન.પટેલ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગેની જાણ કરતાં મૃતકના પુત્ર બાબુભાના નિવેદનના આધારે બાઇક સવાર વિરૂધ્ધ ગુનો નોંધી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular