જામનગર તાલુકાના હર્ષદપુર ગામ નજીક થી પસાર થતા બાઈક સવારને પૂરઝડપે બેફિકરાઈથી આવતી કારના ચાલકે ઠોકરે ચડાવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના હર્ષદપુર ગામ માં રહેતા શામજીભાઈ હરસોડા (ઉ.વર્ષ ૭૫) નામના વૃદ્ધ આજે સવારે તેના બાઈક પર જતા ત્યારે રાજકોટ પાસિંગની પૂરઝડપે બેફિકરાઈથી આવી રહેલી કારના ચાલકે વૃદ્ધના બાઇકને ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતાં એએસઆઇ મગનભાઈ ચનિયારાએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.