બજેટ 2022 પહેલા એક રાહતના સમાચાર આવ્યા છે. દેશની મોટી ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ (IOC) એ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 91.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડરનો નવો દર 1907 રૂપિયા થઈ ગયો છે. જોકે આજે LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે ગયા મહિને એટલે કે કોમર્શિયલ ગેસની કિંમતમાં 102.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 14 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નોંધપાત્ર રીતે, હોટલ અને રેસ્ટોરન્ટમાં કોમર્શિયલ ગેસનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે કિંમતોમાં ઘટાડો કર્યા પછી, બહારનું ખાવા-પીવાનું સસ્તું થઈ જશે.
દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત 926 રૂપિયા, મુંબઈમાં 899.50 રૂપિયા છે. ચેન્નાઈમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત હવે 915.50 રૂપિયા છે.