તુર્કીમાં આજે સવારે 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેનો ઝટકો રાજધાની અંકારા, નૂરદગી શહેર સહિત 10 શહેરોમાં અનુભવ થયો. આ સિવાય સીરિયા, લેબેનોન અને ઇઝરાયલમાં ભૂકંપના ઝટકા અનુભવ કરવામાં આવ્યાં.
ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે, તુર્કિયેમાં અત્યાર સુધી 76 લોકોના મૃત્યુ થયા છે. 440 લોકોના ઘાયલ થવાના સમાચાર મળ્યાં છે. ત્યાં જ, સીરિયામાં 237 લોકો માર્યા ગયા અને 639 ઘાયલ છે. આ પ્રકારે અત્યાર સુધી આ બે દેશોમાં મૃત્યુની સંખ્યા 313 થઈ ગઈ છે. બંને દેશોમાં મૃત્યુ પામનારની સંખ્યા વધી શકે છે, કેમ કે હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલાં છે. જોકે, લેબેનોન અને ઇઝરાયલથી હાલ કોઈ પ્રકારના નુકસાનની સૂચના મળી નથી.
તુર્કીયેના રાષ્ટ્રપતિ રેજબ તૈયબ ઇરદુગાને ટ્વિટ કરીને કહ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલુ છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 ઝટકા લાગ્યાં. ઇરદુગાને લોકોને અપીલ કરી કે તેઓ ધરાશાયી ઇમારતોમાં પ્રવેશ કરે નહીં. તુર્કીયેમાં રાહત અને બચાવ કાર્ય માટે સેના તૈનાત કરવામાં આવી છે. આ તસવીરમાં સૈનિક કાટમાળમાંથી લોકોને બહાર કાઢતાં જોવા મળી રહ્યા છે.
યૂનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમણે પહેલાં ભૂકંપનું કેન્દ્ર કહરામનમારસ પ્રાંતના ગાઝિયાન્ટેપ શહેરથી 30 કિલોમીટર દૂર અને જમીનથી લગભગ 24 કિલોમીટર નીચે હતું. લોકલ સમય પ્રમાણે આ ભૂકંપ સવારે 4.17 મિનિટે આવ્યો. તેની 11 મિનિટ પછી 6.7 તીવ્રતાનો બીજા ભૂકંપ પછી 19 મિનિટ પછી 5.6 તીવ્રતાનો ત્રીજો ભૂકંપ પણ આવ્યો. અનેક લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હોવાની આશંકા જણાવવામાં આવી રહી છે. લોકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.