મંગળવારે સિક્કિમના બાલુતારમાં ભારે ભુસ્ખલન થયું હતું. જેનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તાજેતરમાં જ ભયાનક ભુસ્ખલનનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં 510 મેગા વોલ્ટનો પાવર સ્ટેશન હતું નહતું બની ગયું.
View this post on Instagram

એનએચપીસી નેશનલ હાઇડ્રોેેઇઇલેકટ્રીક પાવર કોર્પોરેશનના તીસ્તા સ્ટેજ પાંચના પાવર સ્ટેશન પર ભુસ્ખલન થતા પહોળનો મોટો ભાગ પડવાથી તે એક કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. ચોમાસાની આ સીઝનમાં ભુસ્ખલનના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે સિક્કીમનો આ ખતરનાક વીડિયો જોઇએ રૂવાળા ઉભા થઈ જાય છે જે રીતે 510 મેગા વોલ્ટનો પાવર સ્ટેશન આ ભયંકર ભુસ્ખલનને કારણે ‘ધબ્બ’ થઈ ગયો તે આ વીડિયોમાં જોઇ શકાય છે.


