જેતપુર નગપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાને ઘરની બહાર રમતા ચાર વર્ષના બાળકને અડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું છે. બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોતાના એકના એક દીકરાનું મૃત્યુ નીપજતા માતા-પિતા ઘેરા આઘાતમાં છે.
જેતપુર-નવાગઢ નગરપાલિકાના ખોડિયારનગર 1માં કચરાના ડોર ટુ ડોર કલેક્શન લેવા આવતાં વાહનના ડ્રાઈવરે બેફિકરાઈથી વાહન ચલાવતાં મૂળ ઉત્તરપ્રદેશના વિકાસભાઈ રાડાના એકના એક ચાર વર્ષના પુત્ર આરવને કચડી નાખ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. અને ટીપરવાનચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો.
પોતાના એકના એક દીકરા નું મૃત્યુ નીપજતા માતા-પિતા ઘેરા આઘાતમાં સરી પડ્યાં છે. એકના એક પુત્રના મોતથી પરિવારજનો પણ આઘાત અનુભવી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અનેક વખત નગરપાલિકા પાસે સ્પીડબ્રેકર બનાવવાની માગણી કરી હતી છતાં આ પ્રશ્નનેલઇને ધ્યાન આપવામાં આવ્યું નથી.