Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં 13 વર્ષની તરુણીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

ખંભાળિયામાં 13 વર્ષની તરુણીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

અકળ કારણોસર તરૂણીના આપઘાતના બનાવથી અરેરાટી: પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

- Advertisement -

ખંભાળિયામાં તેર વર્ષની એક તરુણીએ શુક્રવારે મોડી સાંજે કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામના વતની કેશુભાઈ સુકાભાઈ કારાવદરા (ઉ.વ. 37) ની 13 વર્ષની તરુણ પુત્રી સૃષ્ટિ શુક્રવારે મોડી સાંજે ઘરે હતી. ત્યારે તેણીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

- Advertisement -

આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી અને ખંભાળિયાની હોસ્પિટલ બાદ તેણીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો. મૃતક તરૂણી અહીંની એક શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. આ ઘટના અંગે મૃતકના પિતા કેશુભાઈ કારાવદરાએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular