મુળ શિહોર વાળા એક પરીવારના 10 વર્ષના પુત્ર અને તેના માતા-પિતા આ ત્રણેય સભ્યો જામનગરમાં દિક્ષાગ્રહણ કરશે તા.4 ડિસેમ્બરના તેમનો વર્ષીદાનનો વરઘોડો યોજાયા બાદ તા.5ના રોજ દિક્ષાગ્રહણ સમારોહ શેઠ પોપટલાલ ધારશીભાઇ જૈન બોર્ડીગ સંકુલ જામનગર ખાતે યોજાશે. આ પરિવારના 9 જેટલા સભ્યોએ પણ અગાઉ દીક્ષા લીધી છે.
જામનગરના 46 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં વિમલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા નંદીશભાઇ શાહ તથા તેમના પત્ની ધારીણીબેન શાહ અને તેમના પુત્ર તિર્થ શાહ આ ત્રણેય કુટુંબીજનો દિક્ષાગ્રહણ કરવા જઇ રહ્યા છે. રવિવારે સવારે ગુરૂ ભગવંતનો પાવન પ્રવેશ, સામૈયુ તથા કુંભ સ્થાપના, જ્વારા રોપણ, 18 અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. ત્યારબાદ ગઇકાલે દેવબાગ ઉપાશ્રયમાં દેશ વિરતી આરાધના સ્વરૂપ સામુહિક પૌષધવ્રત તથા પાટલા પૂજન યોજાયું હતું. આજે મોટા સંતના દેરાસરમાં શાંતિ સ્નાત્ર પૂજન આ યોજાયું હતું તથા આજે રાત્રે જામનગરના રત્નકુક્ષી માતા-પિતા સન્માન યોજાશે.
આ ઉપરાંત આવતીકાલે તા.3ના રોજ બપોરે 2-30 વાગ્યે કપડા રંગોત્સવ, કેશર છાંટણા, સાંજે 8-30 વાગ્યે વિદાય સમારંભ થશે તા.4ના રોજ સવારે 8-30 વાગ્યે ચાંદી બજારથી વર્ષીદાનનો વરઘોડો યોજાશે. જે ચાંદી બજારથી શરૂ થઇ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી શેઠ પોપટલાલ ધારશીભાઇ જૈન બોડી સંકુલ ખાતે પૂર્ણ થશે. તા.5ના સવારે પ્રવજયા વિધી યોજાશે ત્યારબાદ બપોરે 2-30 વાગ્યે સતરભેદી પૂજન થશે. અને તા.6ના નૂતન મુનીરાજ સાથે ગુરૂ વંદના ગૃહાંગણે પગલા થશે. આ સમગ્ર સમારોહમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાશે.
શાહ પરિવારના સભ્યો અગાઉ દિક્ષા લીધી
તા.5 ડિસેમ્બરના રોજ શાહ પરિવારના માતા-પિતા અને પુત્ર દિક્ષા લેવા જઇ રહ્યા છે ત્યારે અગાઉ 5રિવારના 9 સભ્યો પણ દિક્ષા લઇ ચૂકયા છે.
પૂ. મુનિ ગુણશેખર વિજયજી મ.સા. (ભત્રીજા મ.)
પૂ. મુનિ અમમચન્દ્ર સાગરજી મ.સા. (ભત્રીજા મ.)
પૂ. મુનિ અક્ષતચન્દ્ર સાગરજી મ.સા. (દીકરા મ.)
પૂ. મુનિ આર્જવચન્દ્ર સાગર મ.સા. (વડિલબંધુ)
પૂ.સા. શ્રી વ્રતનંદિતાશ્રીજી મ. (બેન મ.)
પૂ.સા. શ્રી જિનાંગવ્રતાશ્રીજી મ. (માતુશ્રી મ.)
પૂ.સા. શ્રી હેમર્ષિપ્રિયાશ્રીજી મ. (ભત્રીજી મ.)
પૂ.સા. શ્રી વિશ્ર્વવ્રતાશ્રીજી મ. (દિકરી મ.)
પૂ.સા. શ્રી હેમર્ધિપ્રિયાશ્રીજી મ. (ભાભી મ.)


