આવતીકાલ રવિવારે ફાગણ સુદ 13 એટલે છ’ગાઉની મહાયાત્રા માટે હજારો ભાવિકો પાલિતાણામાં આદિનાથદાદાના દરબારમાં શ્રી સિધ્ધાચલ તિર્થ જઇને જીવનને ધન્ય બનાવી આત્માને નિર્મળ બનાવશે. પણ જેઓ ત્યાં જઇ નથી શક્યા તેઓ પણ આ લાભથી વંચિત ન રહે અને યાત્રાનો લાભ લઇ શકે તે માટે સિધ્ધાચલ તિર્થની ભાવયાત્રાનું આયોજન કરેલ છે. જેમાં ભાવયાત્રા પૂર્ણ થયે પાલભક્તિ (નવકારશી)નો લાભ બહોળી સંખ્યામાં લોકો લઇ શકશે. જે ભાવયાત્રા જૈન દર્શક ઉપાસક સંઘ (પેલેસ) દેરાસરે દર્શન કરી ભાવયાત્રા કરી શકાશે. ત્યારબાદ બાજુમાં આવેલ આયંબિલ ભુવનમાં પાલભક્તિ (નવકારશી)નો લાભ લોકો લઇ શકશે. આ આયોજનનો લાભ સ્વ. મધુબેન રમણિકલાલ મહેતા પરિવારે લીધેલ છે.
આ ઉપરાંત શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ દેરાસરમાં પણ ભાવયાત્રા યોજાશે. પ્રભાવના થશે. ત્યારબાદ સવારે 8 વાગ્યે આરાધના ભવનના આયંબિલ ભુવનમાં પાલભક્તિ (નવકારશી)નું આયોજન કરેલ છે. જેનો લાભ બહોળી સંખ્યામાં લોકો લેશે. તેમ એક યાદીમાં જણાવાયું છે. શહેરના વિવિધ જિનાલયોમાં જેમાં શેઠજી દેરાસર, પોપટલાલ ધારશી વગેરે જિનાલયોએ ભાવયાત્રાનું આયોજન કરાયું છે.