પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટર આજરોજ જામનગરની મુલાકાતે આવ્યા હતાં. જામનગર પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર તેમજ કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાને લઇ મિટિંગ પણ યોજી હતી.
પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટર વરુણકુમાર બરણવાલ આજરોજ જામનગર પીજીવીસીએલ કચેરીની મુલાકાતે આવ્યા હતાં. આ તકે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગર પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેર તથા કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓ સાથે લોકોને પૂરતી સુવિધા મળી રહે તે અંગે મિટિંગમાં ચર્ચા વિચારણા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પીજીવીસીએલની વીજીલન્સ ટીમે સ્થાનિક વીજતંત્રને અંધારામાં રાખી મેઘપર પડાણામાં દરોડા પાડયા હતાં. જેમાં એક કરોડથી વધુ રકમની વીજચોરી ઝડપાઈ હતી. ત્યારે આ વીજચોરીની ઘટનાને લઇને પણ મેનેજીંગ ડાયરેકટર જામનગર દોડી આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


