દેશમાં સમાન નાગરિક ધારો (યુનિફોર્મ વિવિધ કોડ) લાગુ કરવાના મુદે ગુજરાત સહિતના રાજયો પ્રારંભીક તૈયારી કરી હોવાના સંકેત વચ્ચે હવે યુનિફોર્મ પર્સનલ લો ને કેન્દ્ર સરકાર સૈદ્ધાંતિક રીતે ટેકો આપે છે તેવું સુપ્રીમ કોર્ટમાં સરકારે જણાવ્યું હતું.
સર્વોચ્ચ અદાલત સમક્ષ આ અંગે આવેલી અનેક રીટ પરથી અરજી પર સુનાવણી સમયે કેન્દ્ર સરકારે જણાવ્યું કે સ્ત્રી-પુરુષના ભેદભાવ વગર તથા તમામ ધર્મો માટે એક સમાન વ્યક્તિગત કાનૂન માટે કેન્દ્ર સરકાર સૈદ્ધાંતિક સહમતી ધરાવે છે. જો કે કેન્દ્ર સરકારે આ તબકકે એમ પણ જણાવ્યું કે આ પ્રકારના યુનિફોર્મ પર્સનલ લો માટેની પ્રક્રિયા શરૂ કરવા અને કાનૂન પસાર કરવા અંગે સંસદ જ આખરી નિર્ણય લેશે પણ સુપ્રીમ કોર્ટ તેમાં શું કરી શકે તે વિચારે તો કેન્દ્રને કોઈ વિરોધ નથી.
જો કે આ પ્રકારના કાનૂન મુદે સુપ્રીમ કોર્ટે કોઈ વિચારણા કરે તેની સામે મુસ્લીમ સમુદાય વતી રજુ થયેલા સિનીયર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે દલીલ કરી કે કાનૂન બનાવવાનું એ સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રમાં નથી અને તેણે આ કામગીરી કેન્દ્ર અને સંસદ પર જ છોડી દેવી જોઈએ.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની ખંડપીઠ સમક્ષ સિબ્બલે દલીલ કરી કે આ પ્રકારની રીટ અરજીમાં અદાલતમાં ટકી શકે તેની સામે જ તેનો પ્રથમ વાંધો છે. આ અરજીઓમાં જે મુદા ઉભા કરાયા છે તે તમામ સરકાર સંસદ બનવા રાજયોની ધારાસભ્યોના અધિકાર ક્ષેત્રના છે તેની સુપ્રીમ કોર્ટે તેના પર કઈ રીતે વિચારણા કરી શકે? સુપ્રીમ કોર્ટને કાનૂન બનાવવાનો કોઈ અધિકાર જ નથી. જો કે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ એ સ્વીકાર્યુ કે સુપ્રીમ કોર્ટે આ મુદા પર વિચારે તો કેન્દ્રને કોઈ વિરોધ નથી.
અને સમાન નાગરિકધારામાં કેન્દ્ર સરકાર સૈદ્ધાંતિક રીતે સહમત છે પણ કોઈ કાનૂનની વાત આવે તો તે સંસદ કે ધારાગૃહો જ કરી શકે છે પણ આ મુદે તે શું કરી શકે છે તે સુપ્રીમ કોર્ટ વિચારણા કરી શકે છે. દેશના બંધારણમાં કલમ-44 મુજબ સમાન નાગરિક ધારા અંગે કહેવાયુ છે. પરંતુ તે રાજકીય ઈચ્છાશક્તિ નહી હોવાથી અને વોટ બેન્કના પોલીટીકલ તરીકે જ આ મુદો જોવાતો હોવાથી તેના પર કોઈ સરકારોએ વિચારણા કરી નથી અને કેટલાક રાજયોએ હવે સમાન નાગરિક ધારો અમલમાં મુકયો તો તેની સામે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેકાયો છે. જો કે સર્વોચ્ચ અદાલતમાં અરજદાર અશ્વિની ઉપાધ્યાય વતી દલીલ થઈ હતી કે અરજદારોમાં મુસ્લીમ પણ છે. જેઓ લગ્ન, છૂટાછેડા, મિલ્કતોમાં અધિકાર-વારસા સહિતના મુદે હિન્દુ કાનૂનથી અલગ પર્સનલ લો ધરાવે છે. તેઓ પણ આ પ્રકારનો કાનૂન ઈચ્છે છે. આ તકે સુપ્રીમને યાદ અપાવાયું કે, 1985માં શાહબાનુ કેસમાં પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ નાગરિક ધારાની આવશ્યકતા દર્શાવી હતી તથા અનેક કેસમાં સર્વોચ્ચ અદાલતે આ પ્રકારના કાનૂન માટે હિમાયત કરી હતી. જો કે આ મુદે ક્રોસ દલીલ બાદ સર્વોચ્ચ અદાલતે પોતાને આ વિવાદથી દૂર કરવામાં તમામ પક્ષકારોને તેમની રજુઆત ટુંકી નોંધ આપવા જણાવ્યું હતું અને તેઓ આ મુદે કઈ કાનૂની રાહત ઈચ્છે છે તે પણ જણાવતા કહ્યું હતું.