દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના કાકરીવારા વિસ્તારમાં આવેલા એક કૂવામાંથી 35 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં આવેલા કાકરીવારા વિસ્તારના એક કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કૂવામાંથી મૃતદેહ બહાર કાઢતા મૃતદેહ પ્રદ્યુમનભાઈ રણછોડભાઈ નકુમ નામના 35 વર્ષના યુવાનનો હોવાની ઓળખ થતા પોલીસે તપાસ હાથ ધરતાં યુવાનને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણના આધારે મૃતદેહને ભાણવડની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
ભાણવડ ગામના કૂવામાંથી યુવાનનો મૃતદેહ સાંપડયો
કાકરીવારા વિસ્તારના કૂવામાંથી લાશ મળી : પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ