Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસાયલા નજીક 1400 કિલો ચાંદીની દિલધડક લૂંટ

સાયલા નજીક 1400 કિલો ચાંદીની દિલધડક લૂંટ

3 કારમાં આવેલા લૂંટારૂ 3.80 કરોડની ચાંદીની લૂંટ ચલાવી ફરાર : પોલીસે 17 ટુકડીઓ બનાવી કરી નાકાબંધી : રાજકોટથી અમદાવાદ લઇ જવાતો હતો ચાંદીનો જથ્થો : રાજય બહારની લૂંટારૂ ગેંગ હોવાની આશંકા

- Advertisement -

રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા નજીક લૂંટની ઘટના સામે આવી છે. કીમતી મુદ્દામાલ ભરેલા વાહનને આંતરી ત્રણ કારમાં આવેલા લૂંટારાઓએ અંદાજે 1400 કિલો ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇજીની સૂચના મુજબ જઙના સુપરવિઝન હેઠળ અલગ-અલગ 15થી 17 ટીમ બનાવી નાકાબંધી કરી છે. અંદાજિત 3.80 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -

સુરેન્દ્રનગરના સાયલા હાઇવે પર રૂ. 3 કરોડ 88 લાખની ચાંદી અને ઇમિટેશન જ્વેલરીની લૂંટની ઘટનાથી ચકચાર મચી છે. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇ.જી.અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત, એલસીબી અને એસઓજી પીઆઇ સહિત રાજકોટ રેન્જ આઇજીની 15થી 17 ટીમ દ્વારા નાકાબંધી કરવાની સાથે ત્રણ ગાડીમાં આવેલા લૂંટારાઓને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરાઇ છે. આ લૂંટની ઘટનાથી સમગ્ર સાયલા હાઇવે પોલીસ-છાવણીમાં છવાઈ ગયો હતો.

આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતે જણાવ્યું હતું કે રસ્તા વચ્ચે ત્રણ ગાડીવાળાએ એક ફોર-વ્હીલ ગાડીચાલકને રોક્યો હતો. બે લોકો ગાડીચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાર બાદ ગાડીમાં જે કુરિયરનો જ્વેલરીનો સામાન હતો એ લઈને ફરાર થઈ ગયા હતા. આશરે 3 કરોડ 80 લાખની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ થઈ છે. આ ચકચારી ઘટના બાદ રાજકોટ રેન્જની 15થી 17 ટીમ દ્વારા સમગ્ર પંથકમાં નાકાબંધી કરી લૂંટારાને ઝબ્બે કરવાનાં ચક્રો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -

પ્રાથમિક તપાસમાં ગુજરાત બહારની લુંટારૂ ગેગ હોવાની આ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આજ મામલે ગુજરાત રાજ્યને અડીને આવેલી તમામ બોર્ડરો સીલ કરી અને જે લૂંટમાં વપરાયેલી ગાડી છે તેના સીસીટીવી ના આધારે તપાસનો દોર યથાવત કરી દેવામાં આવ્યો છે હાલની પરિસ્થિતિ મુજબ હજુ પણ એક પણ લૂંટારૂં ઝડપાયા નથી ત્રણ ગાડીમાં આવ્યા હતા અને આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે. આ અંગેની મળતી વધુ વિગતો અનુસાર ગતરાત્રે 9.3પ કલાકે ચાંદી ભરેલી બોલેરો ગાડી ડ્રાઇવર-કલીનર સાથે રાજકોટનાં પાંજરાપોળ પાસે આવેલ ન્યુઝ એર સર્વિસ કુરીયરની ઓફિસેથી અમદાવાદ એરપોર્ટ જવા ઉપડી હતી અને આ પેઢીનાં મેનેજર પિન્ટુભાઇને રાત્રે 1 કલાકે ગાડીનાં ડ્રાઇવર-કલીનરે લૂંટની ઘટના અંગે જાણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular