Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઅદાણી મુદ્દે તપાસ માટે પેનલ રચવા સરકાર તૈયાર

અદાણી મુદ્દે તપાસ માટે પેનલ રચવા સરકાર તૈયાર

- Advertisement -

સરકારે શેરબજાર માટે નિયમનકારી માળખું મજબૂત બનાવવાની દિશામાં દેખરેખ રાખવા નિષ્ણાતોની એક પેનલ રચવાની સુપ્રીમ કોર્ટની દરખાસ્ત સામે સંમતિ દર્શાવી છે. ઉલ્લેખનિય છે કે હિન્ડેન બર્ગ રિસર્ચના ફ્રોડના આક્ષેપોને કારણે અદાણી જૂથના શેરોમાં તાજેતરમાં બોલી ગયેલા કડાકાને પગલે રોકાણકારોના હિતો સાચવવા માટે સુપ્રીમે દરમિયાનગીરી કરી હતી.કેન્દ્ર સરકારે કહ્યું છે કે પેનલ રચવા સામે તેને કોઇ વાંધો નથી. જોકે તેની સાથે એવું પણ ઉમેર્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર સેબી અને અન્ય કાનૂની સંસ્થાઓ ‘સંપૂર્ણ સજ્જ’ છે.

- Advertisement -

એ માત્ર સિસ્ટમની રીતે જ નહિ તેઓ સ્થિતિ સાથે પણ કામ પાર પાડવા સક્ષમ છે. સરકારે એક ‘બંધ કવર’માં પેનલના અધિકારના સ્કોપ અને નામો જેવી વિગતો આપવાની મંજૂરી માગી હતી. અગાઉ સુપ્રીમે શુક્રવારે કહ્યું હતું કે અદાણીના શેરોમાં ધોવાણને પગલે બજારની ઉથલપાથલ સામે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાની જરૂર છે. તેણે બજાર માટે નિયમનકારી માળખા મજબૂત બનવવાની દિશામાં દેખરેખ માટે પૂર્વ જજના વડપણ હેઠળ નિષ્ણાતોની એક પેનલ રચવા અંગે વિચારવા કેન્દ્રને કહ્યું હતું. સુપ્રીમ કોર્ટ અદાણી જૂથના શેરના મૂલ્યમાં ‘કૃત્રિમ રીતે તૂટવા’ અને નિર્દોષ રોકાણકારોના શોષણનો આક્ષેપ કરતી બે જાહેર હિતની અરજીઓ પણ સુનાવણી કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે આ મામલે તેના (કોર્ટ) થકી આવેલી દરખાસ્ત સાથે તે સંમત છે. જોકે જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ જે બી પારડીવાલાની બનેલી બેન્ચને મહેતાએ જણાવ્યું હતું કે સૂચિત કમિટીની દરખાસ્ત તર્કસંગત છે કેમ કે અહીં એક પેનલ દ્વારા નિયમનકારી સંસ્થાઓ પર નજર રાખવામા આવી રહ્યું છે તેવો રોકાણકારોને કોઇ ‘બિનઇરાદાપૂર્વક’નો મેસેજ જશે તો તેનાથી દેશમાં રોકાણના પ્રવાહને થોડીક વિપરીત અસર થઇ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર ‘સીલ્ડ કવર’માં સૂચિત કમિટીના સ્કોપ અને તેમાં સામેલ થનારા મહાનુભાવોના નામોની સલાહ આપવાની મંજૂરી મળવી જોઇએ કેમ કે ઓપન કોર્ટ સુનાવણીમાં આ નામો અંગે ચર્ચા કરવાનું યોગ્ય નહિ રહે. એ પછી બેન્ચે સોલિસિટર જનરલને બુધવાર સુધી નોંધ આપવાની જાણ કરી હતી અને જાહેર હિત અંગેની બન્ને અરજી પરની સુનાવણી 17 ફેબ્રુઆરી સુધી મોકૂફ રાખી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular