Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયપહાડો પર સતત હિમવર્ષા, ઠંડીનો વધુ એક રાઉન્ડ લાવશે

પહાડો પર સતત હિમવર્ષા, ઠંડીનો વધુ એક રાઉન્ડ લાવશે

- Advertisement -

ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ છેલ્લા કેટલાક દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતુ પહાડો પર થઇ રહેલી સતત હિમવર્ષાને પગલે રાજયમાં ઠંડીનો વધુ એક રાઉનડ આવી શકે છે. પહાડો પરથી વહેતા ઠંડા પવનો હજુ એક વખત રાજ્યના લોકોને ધ્રુજાવી શકે છે.આગામી કેટલાક દિવસો દરમિયાન દેશના પશ્ચિમી ક્ષેત્રના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 થી 10 ફેબ્રુઆરીની વચ્ચે દેશના પશ્ચિમ ભાગમાં છૂટાછવાયાથી ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. જ્યારે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થશે.

- Advertisement -

ગુલમર્ગમાં 13 ઈંચ (35 સેમી) થી વધુ બરફ પડ્યો હતો અને જમ્મુ અને કાશ્મીરના અન્ય ભાગોમાં સતત વરસાદ પડ્યો હતો. IMDએ તેના હવામાન બુલેટિનમાં જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

IMDના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 ફેબ્રુઆરીની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા છે. તેની અસરને કારણે 8 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 9 અને 10 ફેબ્રુઆરીએ પણ આ વિસ્તારમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. કાશ્મીર ઘાટીમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે 7 ફેબ્રુઆરી સુધી અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના વિવિધ ભાગોમાં વીજળી અને કરા સાથે વાવાઝોડાની આગાહી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular