નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બુધવારે રજૂ થયેલ બજેટ પ્રસ્તાવ અનુસાર, જો કુલ વાર્ષિક પ્રીમીયમ પાંચ લાખ રૂપિયાથી વધારે હશે તો જીવન વીમા પોલીસીની પાકતી રકમ પર ટેક્ષ ચૂકવવો પડશે. નાણાં પ્રધાને બજેટમાં પ્રસ્તાવ કર્યો છે કે, 1 એપ્રિલ 2023 પછી ઇસ્યુ કરાયેલ જીવન વિમા પોલીસી (યુલીપ સીવાયની) માટે કુલ પ્રીમીયમ જો પાંચ લાખ રૂપિયાથી વધારે હશે તો જે પોલીસીમાં કુલ પ્રિમિયમ પાંચ લાખ રૂપિયા સુધી હશે તેને છૂટ આપવામાં આવશે.
પ્રસ્તાવ અનુસાર, ઇન્સ્પોર્ડ પર્સનના મૃત્યુની સ્થિતિમાં મળનારી રકમ પર વર્તમાન છૂટ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, નવી વ્યવસ્થા 31 માર્ચ 2023 સુધી ઇસ્યુ થનાર વીમા પોલીસી પર લાગુ નહીં થાય.
અર્થશાસ્ત્રી નિધિ માનચંદાએ કહ્યું કે, બજેટમાં મળેલા ઝટકાઓમાં એક જીવન વિમા પોલીસીની મેચ્યોરીટી રકમ પર કરનો છે. તેમણે કહ્યું કે, એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે જો કોઇ વ્યકિત પાસે 2023ની પહેલી એપ્રિલ પછી ઇસ્યુ થયેલ જીવન વીમા પોલીસી હોય અને જો આવી પોલીસીની પ્રીમીયમની કુલ રકમ પાંચ લાખ રૂપિયાથી વધારે હોય તો તેની પાકતી રકમ પર ટેક્ષ લાગશે. આના કારણે બજેટ પછી, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સના શેરના ભાવોમાં 11 ટકાનો અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો.