Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય રિવાબાની રજૂઆત બાદ વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા સમસ્યાના નિરાકરણની ખાતરી

ધારાસભ્ય રિવાબાની રજૂઆત બાદ વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા સમસ્યાના નિરાકરણની ખાતરી

મહાનગરપાલિકાના હોદ્દેદારો સાથે ધારાસભ્યએ કંપનીની મુલાકાત લીધી : ડાયરેકટર દ્વારા ધારાસભ્ય સાથે વાતચીત અને સમસ્યાની ચર્ચા બાદ લોકોના પ્રશ્નોના નિરાકરણની બાહેંધરી

- Advertisement -

જામનગર શહેરમાં છેલ્લાં બે વર્ષથી કાર્યરત રહેલી વેસ્ટ ટુ એનર્જી કંપનીના કારણે આ વિસ્તારમાં રહેતાં લોકોને ભયંકર અવાજ-દુર્ગંધ સહિતની પડતી તકલીફો સંદર્ભે કરાયેલી રજૂઆત બાદ ધારાસભ્ય એ સોમવારે સાંજે મહાનગરપાલિકાના હોદ્દેદારો સાથે કંપનીનું નિરીક્ષણ કરી પ્રજાના પ્રશ્નોને સત્વરે ઉકેલ લઇ આવવાની ડાયરેકટર સાથે વાતચીત બાદ કંપની દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવાની બાહેંધરી આપી હતી.

- Advertisement -

ગુજરાતમાં સૌ પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જામનગરમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટમાં પર્યાવરણની રક્ષાની સાથે સાથે વીજળીનું ઉત્પાદન પણ કરવામાં આવશે. આ પ્લાન્ટમાં દરરોજ 450 મેટ્રીક ટન વેસ્ટ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત સોલીડ વેસ્ટમાંથી વીજળી ઉત્પન્ન કરી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી પર્યાવરણને પ્રદુષિત થતું અટકાવવા માટેના શરૂ કરાયેલા આ પ્લાન્ટને કારણે આજુબાજુના વિસ્તારોમાં ભયંકર અવાજ, દુર્ગંધ અને ધુમાડો થવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ દ્વારા અવાર-નવાર મહાનગરપાલિકામાં ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતા આ સમસ્યાનું નિરાકરણ થયું ન હતું.

સોમવારે સાંજના સમયે ધારાસભ્ય રીવાબા જાડેજાએ મહાનગરપાલિકા કમિશનર વિજયકુમાર ખરાડી અને શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડીંગ ચેરમેન મનિષભાઈ કટારિયા, મહામંત્રી મેરામણભાઈ ભાટુને સાથે રાખી સ્થળની મુલાકાત લીધી હતી અને ધારાસભ્ય તથા ટીમે વેસ્ટ ટુ એનર્જી કંપનીના ડાયરેકટર પંકજ પટેલ સાથે વાતચીત કરી કંપનીની પ્રોસેસીંગની સંપૂર્ણ વિગતો મેળવી હતી અને આ પ્રોસેસિંગના કારણે રહેવાસીઓને પડતી તકલીફોનું તાત્કાલિક નિરાકરણ કરવા કંપનીના ડાયરેકટરને સૂચના આપી હતી. ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા કંપનીના ડાયરેકટરને કરાયેલી લોકોની સમસ્યાની રજૂઆત બાદ ડાયરેકટર લોકોની સમસ્યાનું મહદઅંશે નિરાકરણ થાય તે દિશામાં કામગીરી કરવાની બાહેંધરી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular